લાગણીઓ જ વાવે છે
લાગણીઓ જ વાવે છે
1 min
21.8K
હમણાં હમણાં તેઓ રોજ આવે છે,
સાથે ખુશીઓનો ખજાનો લાવે છે.
ઠુમકાળી ચાલે લાગે અપ્સરા સ્વર્ગની,
રાખવાને રાતા હોઠ તે પાન ચાવે છે.
શતરંજની રમત સમું છે જીવન આ,
લાખ કરૂં કોશિશ તેઓ જ ફાવે છે.
બોલે સૌ ગળ્યું એ ગળ્યું બીજું બળ્યું,
અમને તો તીખુ તમતમતું જ ભાવે છે.
મળ્યાની મોજ ને મળ્યાની મજા 'જશ' ,
પ્રણયઘેલાં તો લાગણીઓ જ વાવે છે.

