હું હરખપદુડી
હું હરખપદુડી
1 min
20.2K
હું હરખપદુડી છોરી
હું ઝાલું રેશમ - દોરી
હું આંખે આંજુ તમને
હું શું પૂછું સાજનને ?
હું પરથમથી કટ્ટકોરી
હું હરખપદુડી છોરી !
ઈ તડકેથી સંચરવું
ઈ આંખોમાં જળ ભરવું
હું ગુલમહોરોમાં મ્હોરી
હું હરખપદુડી છોરી !
આ શ્વાસ કિંયા પાથરવા ?
આ અશ્રુઓ ક્યાં ધરવા ?
હું હરખુડી નસ - ધોરી !
હું હરખપદુડી છોરી !!

