તારી વિદાય
તારી વિદાય
તારી વિદાયને આજે પૂરા બે વર્ષ વિતી ગયા,
છતાંય આજે પણ તું દિલ પર રાજ કરે છે.
તને ભૂલવાની હું જ્યારે કોશિશો કરૂં છું,
ત્યારે મારી કવિતામાં તું ડોકિયાં કરી લે છે.
તું મને અનહદ પ્રેમ કરતી હતી,
એ મને કેમ કદિ ન સમજાયું
તેનો આજે ઘણો અફસોસ છે.
કાશ મારાથી કહી શકાતું હોત તો,
તને સોરી અને થેન્ક્યું કહેવું છે.
અને આજના યુવાનો કહે છે તેમ,
અઈલાવ યુ પણ તને કહેવું છે,
આજની મારી કવિતા તને અર્પણ કરૂં છું,
એક તારો ખર્યો હશે કોને ખબર !
આભ કેટલું રોયું હશે કોને ખબર !
વાદળોની આ વણઝાર તો ગઇ ચાલી,
રાતે કેટ કેટલું ખોયું હશે કોને ખબર !
પ્રેમઘેલો ચાંદ આજે ખાય છે ડૂસકાં,
દિલ એનું કોઇએ તોડ્યું હશે કોને ખબર !
તારલા લાગે બધા ખામોશ જોને કેટલા,
એમણે પણ કેટલું છોડ્યું હશે કોને ખબર !
પોક મૂકીને હશે રોયા 'જશ' બધા તમરા,
એટલે ઝાકળ આ બન્યું હશે કોને ખબર !