STORYMIRROR

Rohitart Pandya

Abstract

3  

Rohitart Pandya

Abstract

તારે પગલે

તારે પગલે

1 min
200

કોણ મધુમય છંદે આજે ગાયે

તારે પગલે, તારે પગલે...


રંગ ઢોળી બેઠી કોણે સંદ્યારણી

કુમકુમ રંગી એના પગની પાની,

ઝંખવાઈ જાયે મૃદુ ફૂલ શેફાલી...તારે પગલે ..


નિત ચિર યૌવનની બંસરી બાજે

ઘૂંઘટમાં કોનું મુખ આનદ રાજે

જોઈ ગોપિકાઓ જેનું મર્મર રાચે,તારે પગલે ..


ઓ..રે ઓ..રે આજ ઉત્સવ ગાને

જીવનની મધુવીણા વાગવા ટાણે 

મિલનની મધુગીત ગાયે...તારે પગલે...


Rate this content
Log in

More gujarati poem from Rohitart Pandya

Similar gujarati poem from Abstract