તારા થકી
તારા થકી
શ્વસે છે આ શ્વાસ પ્રભુ તારા થકી,
મારે તારો અભ્યાસ પ્રભુ તારા થકી,
અંતર ભાવવિભોર થઈ દ્રવી ઊઠતું,
મારે તારી છે આશ પ્રભુ તારા થકી,
સર્વસ્વ સાંપડતું તારા શરણે મને ને,
હો ઉરમાં તારો વાસ પ્રભુ તારા થકી,
અવિરત સથવારો તારા નામનો મને,
મીટ ના માંડું આકાશ પ્રભુ તારા થકી,
તારી ચરણરજથી પાવન કરજે પ્રભુ,
કરજે કોટિ પાતક નાશ પ્રભુ તારા થકી,
મંદિર પૂરતો સીમિત ન રહેજે પરમેશ,
મારા રોમેરોમે નિવાસ પ્રભુ તારા થકી.
