તારા નામે
તારા નામે
તારા નામે જિંદગી આખ્ખે આખી કરી દઉં.
તારા આ દેહને કર્મોની સુવાસથી ભરી દઉં.
શુક્રગુજાર છું તારા આ ઉપકારથી હરિવર,
તને પણ લાગશે આને માનવ જન્મ ફરી દઉં.
નહીં ગુમાવું વૃથા જિંદગી ભોગવિલાસે માત્ર,
મારાં તમામ સત્કર્મોને તારા ચરણે હું ધરી દઉં.
ન ભરું પગ પારોઠ પગ કદી કર્મ ઝંઝાવાતમાં,
હોય જો તારો રાજીપો તો કસોટી આંકરી દઉં.
સાડાત્રણ મણની કાયા ધરીને જીવી રહ્યો છું,
તોયે તારા સહારે સંસાર સાગરને હું તરી દઉં.
