STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

તારા ચરણે

તારા ચરણે

1 min
385

આ જીવન મારું હરિવર તારા ચરણે,

હો સારું કે નઠારું હરિવર તારા ચરણે,


ખૂબ ભટક્યો ભવાટપે ફેરા લખચોરાસી,

સર્વદા તારું વિચારું હરિવર તારા ચરણે,


નૈનપ્યાસી દરશન કાજે દીનબંધુ દયાળુ,

તારા પર હું વારું હરિવર તારા ચરણે,


આત્મદાહે અબ્ધિવાસી આરાધું આજે,

મને નામસ્મરણ પ્યારું હરિવર તારા ચરણે,


સહજ સર્વસમર્પણ સાકેતવાસી શ્રીનાથ,

તુજસમ કોને હું ધારું ? હરિવર તારા ચરણે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational