STORYMIRROR

Namrata Amin

Classics

4  

Namrata Amin

Classics

સ્વાગતમ્

સ્વાગતમ્

1 min
26.8K


આંખ ખોલતા જ બાલરશ્મિ બોલી ઉઠ્યું, સ્વાગતમ્ સ્વાગતમ્

બહાર જોતા જ પીળી કરેણ ટહુકી ઉઠી, સ્વાગતમ્ સ્વાગતમ્


આયનામાં જોતાં જ ખુદ જ બોલી ઉઠાયું, સ્વાગતમ્ સ્વાગતમ્

આંખો બંધ કરતા જ તમે બોલી ઉઠ્યા, સ્વાગતમ્ સ્વાગતમ્


જરા અચરજ થયું, કેમ આટલું બધુ સ્વાગતમ્ સ્વાગતમ્

ઓહ, યાદ આવ્યું નવા વર્ષને કહિએ, સ્વાગતમ્ સ્વાગતમ્


સારું, આશાઓના કાફલાઓને કહિએ, સ્વાગતમ્ સ્વાગતમ્

નવા સ્વપ્નોની વણઝારોને કહિ દઇએ, સ્વાગતમ્ સ્વાગતમ્


ખુશખુશાલ હવાઓની લહેરો ને કહિએ, સ્વાગતમ્ સ્વાગતમ્

મઘમઘતી લીલ્લીછમ લાગણીઓની વેલોને કહિએ, સ્વાગતમ્ સ્વાગતમ્


અને હવે, જતા જતા, સોરી, આવતા આવતા, સ્વાગતમ્ સ્વાગતમ્

લીલ્લીછમ વેલના એકલા ફુલ જેવા તમને ખાસ સ્વાગતમ્ સ્વાગતમ્

સ્વાગતમ્ સ્વાગતમ્...


Rate this content
Log in

Similar gujarati poem from Classics