STORYMIRROR

Zala Rami

Inspirational

3  

Zala Rami

Inspirational

સૂર્ય

સૂર્ય

1 min
12.3K

ઊગતો સુરજ આશાનું નવું કિરણ આપે

ડૂબતો સૂરજ પણ ચંદ્રની શીતળતા આપે,


ઊગતો સૂરજ અંધકારથી દૂર કરે

ડૂબતો સૂરજ પણ આસમાન ને રળિયામણું બનાવે,


ઊગતો સૂરજ અથાગ પરિશ્રમનું પ્રતીક છે

ડૂબતો સૂરજ એ આત્મીય શાંતિનું પ્રતિક છે,


ઊગતો સૂરજ સફળતાનો અહેસાસ છે

ડૂબતો સૂરજ સુખ ચેનનો અહેસાસ છે,


ઊગતો સૂરજ રંગીન જીવનનું પ્રતીક છે

ડૂબતો સૂરજ પરમાત્મા અને પરિવાર સાથે મિલનનું પ્રતીક છે.


છતાં આરાધના શાને ઊગતા સૂરજની

કેમ ન ગવાય ડૂબતા સૂર્યની પણ મહત્તા

જન્મે દરેક બાળક ખૂબી ને ખામી સાથે

અપનાવો તમામને પ્રેમથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational