સૂનું આકાશ
સૂનું આકાશ


ક્યારેક સ્ટોરી મિરર સાથે જોડાયેલ, દિવ્યાંગ ધરાવતા, કુંજલ પ્રદીપ છાયાનું 35 વર્ષની યુવાન ઉંમરે દુઃખદ અવસાન થયેલ છે. સ્ટોરી મિરર દ્વારા એમનું પુસ્તક મુદ્રિત કરવામા આવેલ. દિવ્યાંગ હોવા છતાં, આખી જિંદગી વ્હીલચેરમાં હોવા છતાં, તેઓ તેમની સિધ્ધિઓ દ્વારા, પુરા સમાજ માટે તેઓ પ્રેરણાનું એક આકાશ હતા. તેમની સ્મરણાંજલિ / ભાવાંજલિમાં પતંગને સાંકળી લઇને પ્રસ્તુત છે એક કાવ્યઃ
સૂનું આકાશ:
હતી સહુથી અલગ, હતી સહુથી સવાઈ,
દરેક વિડંબણાં સામે છેલ્લે સુધી લડી લડાઈ,
પ્રેરણાનું આકાશ પણ થઇ ગયું છે સૂનું,
જ્યારથી ‘કુંજ કલરવ’ નામની પતંગ છે કપાઈ.