Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

4  

Manishaben Jadav

Inspirational Children

સુખની મીઠી પળ

સુખની મીઠી પળ

1 min
397


જેની આંખમાં હેત નીતરતા સ્વપ્ન હોય,

પ્રેમ કેરા મીઠા દરિયા સદા જ્યાં વહેતા હોય,

એ પરિવાર સંગ સુખની મીઠી પળ હોય.


ઘરનો વડલો બની છાંયડો આપતા દાદા હોય,

ઘરની રીતભાત શીખવતા દાદી ઉભા હોય,

એ પરિવાર સંગ સુખની મીઠી પળ હોય !


માના વ્હાલસોયા ખોળામાં સુખ ભરપુર હોય,

વગર માગ્યે જ ઈચ્છા પૂર્ણ કરતાં પિતા હોય,

એ પરિવાર સંગ સુખની મીઠી પળ હોય !


મજાક મસ્તી ને વાદવિવાદ કરતા ભાઈ-બહેન હોય,

એકબીજાના લાડથી પરિવારમાં રોનક ભરતા હોય,

એ પરિવાર સંગ સુખની મીઠી પળ હોય !


વાતવાતમાં રોકટોક કરતા ઘરના સભ્યો હોય,

મુસીબત સમયે અડીખમ સાથે ઉભા હોય,

એ પરિવાર સંગ સુખની મીઠી પળ હોય !


વડીલોના માનપાન જ્યાં સચવાતા હોય,

દિકરીને વ્હાલથી સહુ હસાવતા હોય,

એ પરિવાર સંગ સુખની મીઠી પળ હોય !


જ્યાં બાળકના ચહેરા ખિલખિલાટ હસતાં હોય,

આનંદના દરિયામાં સૌ ઝુમતા હોય,

એ પરિવાર સંગ સુખની મીઠી પળ હોય !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational