STORYMIRROR

Pravin Maheta

Inspirational

4  

Pravin Maheta

Inspirational

સત્યના માર્ગે

સત્યના માર્ગે

1 min
82

જેમ જેમ રમાડ્યો લોકોએ તેમ તેમ હું રમતો ગયો,

કોઈને પરાયા નવ માની મારો પરિવાર માનતો ગયો.


પડે ખબર કોઈના દુઃખની ચોધાર અશ્રુ પાડતો ગયો,

સારા ગ્રંથોને મિત્ર બનાવી તેમની મિત્રતા બાંધતો ગયો.


સજ્જન લોકોનો સંગ કરી દુર્જનથી દૂર ભાગતો ગયો,

માનવમાં પણ ઈશ્વર જોઈ સદા પ્રેમ હું રાખતો ગયો.


માત - પિતાને ઈશ્વર માની એની સેવા કરતો ગયો,

મારા ભારતવાસી ભાઈઓને દિલથી મળતો ગયો.


ખેલ જોઈ આ દુનિયાના ધીમે ધીમે ખસતો ગયો,

આદિ શંકરાચાર્યના મારગે હું સદા ચાલતો ગયો.


પથ્થરની મૂરતમાં ઈશ્વરને જોઈને હું પૂજતો ગયો,

સત્યના માર્ગે જઈ સત્ય વચન કાયમ બોલતો ગયો.


દંભીને કાયમ માટે હું આસપાસથી દૂર છોડતો ગયો,

મારા સ્નેહીજનોને ખૂબ પ્રેમ આપીને ગમતો ગયો.


દેશ કાજે જીવન અર્પણ કરનાર વીરોને નમતો ગયો,

ભગવાનની ભૂમી ભારતનો યાત્રિક બની ભમતો ગયો.


વસંત બની લહેરાયો પછી પાનખરમાં ખરતો ગયો,

"પ્રવિણ" આખરે યમદૂત સાથે યુદ્ધ કરી હારતો ગયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational