સત્ય, પ્રેમ, કરૂણાનો સંગમ બાપુ
સત્ય, પ્રેમ, કરૂણાનો સંગમ બાપુ
સત્ય, પ્રેમ અને કરુણાનો ત્રિવેણી સંગમ બાપુ,
આઝાદીનાં આંદોલનો અહિંસક લડનાર બાપુ,
રેટિંયો કાંતી વિદેશી કાપડને જલાવનાર બાપુ,
લોકોમાં દેશભક્તિનો જુવાળ ફેલાવનાર બાપુ,
અન્યાય સામે એકલા બાંયો ચઢાવનાર બાપુ,
અંગ્રેજી હકૂમતને જડમૂળથી ઉખાડનાર બાપુ,
ઝવેરચંદ મેઘાણીની કલમના અદાકાર બાપુ,
સાબરમતીનાં સંતનું બિરૂદ મેળવનાર બાપુ,
માતૃભાષા શિક્ષણને પ્રોત્સાહિત કરનાર બાપુ,
હે રામ ! બોલી સમાધિમાં શાંતિ પામનાર બાપુ.
