STORYMIRROR

'Sagar' Ramolia

Classics Inspirational

4  

'Sagar' Ramolia

Classics Inspirational

સરદારનું ગીત-૭૬

સરદારનું ગીત-૭૬

1 min
643

દેશ આઝાદ (ઈ.સ. ૧૯૪૭)


ઓગસ્ટ પંદરે થાય, આઝાદ નિજ દેશ રે;

છોડી ભારત અંગ્રેજો, ચાલ્યા ગયા સ્વદેશ રે.

પાકિસ્તાન બની જાય, દેશ બે ભાગ થાય રે;

ઘણા મુસ્લિમ તે સાથે, એ પાકિસ્તાન જાય રે.


આપણા દેશમાં થાય, આપણી સરકાર રે;

વડાપ્રધાન ને’રૂજી, ’ગૃહ’માં સરદાર રે.

મળી ગયેલ આઝાદી, શાંતિ નો’તી મળેલ રે;

ચોબાજુ આગ ફેલાઈ, રમખાણો થયેલ રે.


સહી શકે ન ગાંધી આ, અનશન કરેલ રે;

ને સરદારની માથે, આળ આવી પડેલ રે.

લૂંટો ને કતલો ખૂબ, અહીં પણ થયેલ રે;

કડક હાથથી કામ, સરદારે કરેલ રે.


દેશ માંડ પડે થાળે, બીજો પ્રશ્ન બનેલ રે;

પાકિસ્તાને દઈ ત્રાસ, હિંદુને તગડેલ રે.

નિર્વાસિતો બની આવ્યા, એનું આવેલ કામ રે;

કહ્યું દેવા રહેઠાણ, ને બંધાવેલ હામ રે.


આ બાજુ હિંદુઓ ખૂબ, બેફામ થૈ ગયેલ રે;

આપે મુસ્લિમને ત્રાસ, ગાંડાતૂર થયેલ રે.

સરદાર વળી પાછા, કડક થૈ ગયેલ રે;

દંગાફસાદ દાબીને, શાંત સૌને કરેલ રે.


મથતાં કરવા કોઈ, દેશને બરબાદ રે;

ને સરદારની પાસે, આવેલ ફરિયાદ રે.

ભેદભાવ વિના તેઓ, ન્યાય કરે સમાન રે;

મુસ્લિમ હોય કે હિંદુ, કાર્ય સૌનું મહાન રે.


અમૃતસરમાં શીખો, કાળજાળ બનેલ રે;

સરદારે જઈ શાંત, કુનેહથી કરેલ રે.

કાશ્મીરે હુમલો એક, પાકિસ્તાની થયેલ રે;

રક્ષાણ કરવા એનું, લશ્કર મોકલેલ રે.


**

સોમનાથ જઈ તેઓ, દર્શન શિવના કરે;

પુનર્નિમર્ાણનો ત્યારે, સંકલ્પ કરતા ફરે.

(ક્રમશ)


Rate this content
Log in

Similar gujarati poem from Classics