સરદારનું ગીત-૬૮.
સરદારનું ગીત-૬૮.
યુદ્ઘના ટકોરા (ઈ.સ. ૧૯૪૧-’૪ર)
ગાંધીએ સૂચના આપી, જેઓ છૂટી ગયેલ રે;
સત્યાગ્રહ ફરી તેને, કરવાનું કહેલ રે.
ચોથી ડિસેમ્બરે છોડયા, જેઓ રહેલ જેલ રે;
ભવિષ્ય કરવા નક્કી, બેઠકનું કહેલ રે.
થઈ બેઠક તેઓની, ચાલી દિવસ સાત રે;
એક માસ રહે ગાંધી, એ ટાણે ગુજરાત રે.
બેઠક બારડોલીમાં, પ્રાંતિકની થયેલ રે;
સરદારે જઈ તેમાં, ભવિષ્ય સૂચવેલ રે.
આવશે કપરો કાળ, એવી વાતો કરેલ રે;
નિર્ણયો આપણા જાતે, કરવાનું કહેલ રે.
જાપાની હુમલા ખૂબ, થવા લાગી ગયેલ રે;
કરે રક્ષાણ અંગ્રેજો, એ આશા ન રહેલ રે.
રક્ષાણ કરવું જાતે, ભારતનો સવાલ રે;
ભારત ચેતશે નૈ તો, બગડી જાય હાલ રે.
કહે બેઠક બોલાવી, સહુને સરદાર રે;
હવે શું કરવાનું છે, એ કરવો વિચાર રે.
નીડરતા અને શાંતિ, બધે ફેલાય જાય રે;
ફેલાતી અફવા ખોટી, અટકાવી રખાય રે.
વેર-ઝેર અને ભેદો, સૌએ ભૂલી જવાય રે;
મોં સરકારની સામે, ફાડીને ન રખાય રે.
ચાલુ એવી લડાઈ છે, જગ થાય ખલાસ રે;
યુદ્ઘ અટકશે કયારે, એની આવે ન વાસ રે.
નકામું ન બગાડાય, એક દાણો અનાજ રે;
માણસ ન રહે ભૂખ્યો, શોધો પૂરો સમાજ રે.
ગોળી સામે ન જાઓ તો, કાયર ન થવાય રે;
સામનો કરવા માટે, બધું શીખી રખાય રે.
દસેક દિન તેઓએ, લોકો વચ્ચે ફરેલ રે;
શૂરાતન અને પાનો, માણસોમાં ભરેલ રે.
**
આંતેડાંની બિમારીનું, ઠેકાણું પડતું નથી;
તોયે થતું રહે કામ, દેશનું સરદારથી.
(ક્રમશ)
