Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

'Sagar' Ramolia

Classics Inspirational

4.9  

'Sagar' Ramolia

Classics Inspirational

સરદારનું ગીત-૪ર.

સરદારનું ગીત-૪ર.

1 min
703


સાબરમતીમાં (ઈ.સ. ૧૯૩૦)


જેલમાં ડાયરી રાખી, સરદારે લખેલ રે;

વર્ણવી ઘટના તેમાં, જે જેલમાં બનેલ રે.

ગુજરાત વિશે જોયો, પ્રેમ એમાં અગાધ રે;

નિયમો જેલના પાળે, કરે ન અપરાધ ર.


જારનો રોટલો-ભાજી, ભોજનમાં મળેલ રે;

ને કદીક વળી દાળ, મળી રહે બળેલ રે.

રેંટિયે કાંતવા બેસે, ટાણું થાય પસાર રે;

બત્તીની મળતાં છૂટ, આનંદનો ન પાર રે.


વાંચવામાં વગાડી દે, રાતના અગિયાર રે;

શાંતિથી વીતતા જાય, જેલના દિન-વાર રે.

ખાસ કેદી તરીકેનો, હુકમ થૈ’ ગયેલ રે;

તેથી દૂધ-દહીં-રોટી, ભોજનમાં ભળેલ રે.


’અ’ વર્ગના થયા કેદી, સગવડો અપાય રે;

વાચન ખાટલો દીવો, વગેરે લાભ થાય રે.

અહીં તબિયતે થોડો, મોડ પણ વળેલ રે;

ત્રણ-ચાર દિને તેઓ, ઠીક થઈ ગયેલ રે.


રે’ ગુજરાતની લાજ, એવું ઈચ્છે સદાય રે;

અહીં બહારની ચિંતા, દરેક પળ થાય રે.

જેલમાં હક કેદીના, દૃઢ થૈ’ મેળવેલ રે;

સ્વમાન ભંગ માટે ત્યાં, તૈયાર ન થયેલ રે.


ખર્ચ ખોરાક માટેનો, સુધારવા કહેલ રે;

ને અનુકૂળ ખોરાક, આપવા સૂચવેલ રે.

એમાં અન્યાય હોવાથી, કરેલ ઉપવાસ રે;

આથી ઘણાય કેદીની, બદલી જેલ ખાસ રે.


સાથીદારો જતાં જોઈ, આંખ ભીની થયેલ રે;

આબરૂ સાચવી રાખી, રહેવાનું કહેલ રે.

જેલમાં નિજ સાથીનાં, દુ:ખે દુ:ખી થયેલ રે;

સૌ સમાન ગણી તેઓ, હળીમળી રહેલ રે.


**

છવ્વીસ જૂન આવી ગૈ, પૂરી જેલ સજા થઈ;

સમયની ઘરેડોય, આગળ ચાલતી ગઈ.

(ક્રમશ:)


Rate this content
Log in