Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Classics Inspirational

4.9  

'Sagar' Ramolia

Classics Inspirational

સરદારનું ગીત-૪૦.

સરદારનું ગીત-૪૦.

1 min
664


સેવાકાર્ય (ઈ.સ. ૧૯ર૯)


દારૂ નિષેધના કામે, પ્રમુખ સરદાર રે;

મીઠુબહેન મંત્રીનો, સાથ હતો અપાર રે.

રાનીપરજ લોકોને, શિખામણ અપાય રે;

દારૂવાળા કરે વાર, એની સામે થવાય રે.


જાત બચાવ માટેનો, કરવો પ્રતિકાર રે;

આપતા શીખ લોકોને, વિચારી સરદાર રે.

મોરબી પાંચમી એક, પરિષદ ભરાય રે;

એના પ્રમુખ હોદ્દાએ, સરદાર નિમાય રે.


ગાંધીભકત તરીકેની, થયેલ ઓળખાણ રે;

લોકોને આપવા ભાન, ઘણાં છોડેલ બાણ રે.

વાંદરામાં વળી એક, પરિષદ ભરાય રે;

ત્યાં મહેસૂલનો પ્રશ્ન, વિસ્તારથી રખાય રે.


સરદાર સદા ઈચ્છે, સંભાળું ગુજરાત રે;

પણ હતી ન લોકોને, આવી મંજૂર વાત રે.

દે આમંત્રણ રાજાજી, જવા તમિલનાડ રે;

દૂષણોથી ભરાયેલી, કરવા દૂર ખાડ રે.


ત્યાં સરદારની વાણી, કરી અસર જાય રે;

એવી અસર જાગી કે, વિવાદો દૂર થાય રે.

પરત આવતા રાખ્યો, કર્ણાટક મુકામ રે;

ત્યાં ધારવાડથી માંડી, ગયેલ બેલગામ રે.


સભામાં આપતા તેઓ, ખેડૂતોને સલાહ રે;

ખેડૂત સંઘ રાખીને, ચાલવું એક રાહ રે.

સરદાર પછી રહ્યા, પંદર દી’ બિહાર રે;

લાવ્યા ઘણી બદીમાંથી, બિહારીને બહાર રે.


લડત કાજ લોકોને, ભણાવે સરદાર રે;

સેનાપતિ બની તેઓ, ઝનૂન આપનાર રે.

અધિવેશન લાહોરે, રહેલ જોરદાર રે;

પૂર્ણસ્વરાજ માટેનો, ઠરાવ થ્યો પસાર રે.


**

અમદાવાદનું છોડયું, સરદારે મકાનને;

રહ્યા તેઓ બનાવીને, ઘર દેશ મહાનને.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Classics