સપ્તમ અમૃત બિંદુ
સપ્તમ અમૃત બિંદુ
કહેવાય છે કે જ્યારે માણસ પાસે શું જ ન હોય ત્યારે અભાવ નડે, થોડું હોય ત્યારે વસ્તુઓના ભાવ નડે અને જ્યારે બધું જ હોય ત્યરે સ્વભાવ નડે, ભાવ, અભાવ અને સ્વભાવ આ ત્રણ શબ્દો પર રચાયુલું આ વિધાન ખરેખર ખૂબ ચોંટદાર છે અને આ એક સત્ય પણ છે, આજની આ કાવ્ય યાત્રામાં આ ત્રણ શબ્દોથી વાત કરેલી છે,
અભાવ, ભાવ અને સ્વભાવ ના કળાય,
અમાસે ચાંદની નીકળે, એવું કઈ કરીશ,
અકળાતા મને લાલાશ ઘરમાં ભરવી છે,
ગુલાબની સેજ બિછાવી શકીશ,
ખિલતા ફૂલની મહેક રેલાવવા,
આપી મહેક પતંગિયાને હું ખરી પડીશ,
વન આખું મહેકી રહે પછી,
થડમાં લીલું એકાદ નામ કોતરી શકીશ,
મારો અભાવ ચાતક માફક તરસે સદા,
મેહુલિયો વરસશે, ને હું છિપાવી લઈશ,
સ્વભાવે હું તો પીંછુ મહા-કાળની પાંખનું,
સ્પર્શુઁ જો આજે આભને કાલે ખરી જઈશ,
અંધારે દીપના પ્રકાશ વધારી રેલાવવા,
શું હું ? પરવાનો જ્યોતમાં ભળી, હું મટી શકીશ ?
