STORYMIRROR

Pravina Avinash

Inspirational Tragedy

3  

Pravina Avinash

Inspirational Tragedy

સપનું - હકિકત

સપનું - હકિકત

1 min
13.6K


સપનાનું સરનામુંને હકિકતની હરિયાળી,

સપનાનાં સરનામે કદી ટપાલ પહોંચી છે.

હકિકતની હરિયાળી ઊભા મોલ બક્ષે છે,

નવા જુની કાંઈ નથી બધું હેમખેમ છે.

જીવીએ યા મરીએ કોને કોની પરવા છે,

અહંકારે અટવાઈ જ્ઞાની મારગ ભૂલે છે.

અન્યને સમજી ગૌણ અધિકાર જતાવે છે,

દેખાદેખીના જગમાં દેવાના દરિયે ડૂબે છે.

સ્વાર્થના ફંદામાં ફસાઈ કાળાં ધોળાં કરે છે,

હું કરૂ મેં કર્યું ગાજરની પીપુડી વગાડે છે.

વાગે તો વગાડી તેને અંતે ચાવી જાય છે,

પત્તાનાં મહેલ ચણી હિંચકા પર ઝુલે છે.

સપનાને સાચાં કરવાં નીતિ નેવે મૂકે છે,

સાચું સુણાવું જગે કોણ દોસ્ત કહેવાય છે!

ઘોર અંધારે અટવાઈ દોરડી સાપ માને છે,

સુણી નારાજ ન થા આ જીવન કહેવાય છે.

મિત્ર જેમાં આ સુરીલી સિતાર સંભળાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational