સંયુક્ત પરિવાર
સંયુક્ત પરિવાર
જીવનમાં સંયુક્ત પરિવાર જ્યાં મળે,
દુન્વયી સુખોની ભરમાર જ્યાં મળે.
દુઃખો બીજાના જોઈ દુઃખી થાય પોતે,
પરસ્પર લાગણીઓ અપાર જ્યાં મળે.
અબાલ વૃદ્ધ સૌની થાય જ્યાં દરકાર,
એવો હરયોભર્યો સંસાર જ્યાં મળે.
સુમેળભર્યું વાતાવરણ નહીં તકરાર,
જીંદગીનો અમાપ વિસ્તાર જ્યાં મળે.
સારસંભાળ દરેકની થાય 'સહજ',
મનથી આત્માનો સ્વિકાર જ્યાં મળે.
