સંવેદનાના નગરમાં
સંવેદનાના નગરમાં
ન્હોતી જરાયે ભીડ કે ઝાઝા હમસફર સંવેદનાના નગરમાં.
હતા સૌ કોઈ લાગણી થકી તરબતર સંવેદનાના નગરમાં.
જુદી જ દુનિયા હતી ત્યાં કે જ્યાં ભાષા હાર પામનારીને,
નયનમાં હતી ચોમાસાંની કેવી અસર સંવેદનાના નગરમાં.
ઊર્મિઓ વહેતી હતી કિલકિલાટ કરતાં ઝરણાં સમી હતી,
વળી ક્રોધની દેખાતી કેટકેટલી કબર સંવેદનાના નગરમાં.
વિનસ પણ થૈ પ્રસન્ન મૂક આશિષ ત્યાં વરસાવતી રહેતી,
સૌ પ્રેમીજનોમાં સ્નેહસરિતા માતબર સંવેદનાના નગરમાં.
હરહંમેશ ૠતુ વસંત ત્યાં રહેનારી માદકતાને જે પ્રસારતી,
હસ્તધૂનને કરાંગુલિ એકમેકની અંદર સંવેદનાના નગરમાં.
આદમ ઇવ સમાં પ્રિયપાત્રો પરખી પરસ્પર સંતુષ્ટિ પામતાં,
હતી ચાહત ઊભયપક્ષે કેટલી જબ્બર સંવેદનાના નગરમાં.
