સંસ્થા
સંસ્થા
વિદ્રોહ કરી પરિવાર સાથે,
લઈ લે હજાર મુશ્કેલી માથે,
વિલાયત જેવી હાલત થશે,
ઘરડાઘરો બહુ જ સ્થાપાશે.
જે વાવ્યું છે તેવું જ પામશો,
આ વાતનો વિચાર તો કરશો,
પરિવાર માત્ર કુટુંબ જ નથી,
એક સંસ્થાથી કમ પણ નથી.
વિવેક સંસ્કારો અને વારસો,
એને બીજે ક્યાં નહીં પામશો,
એકબીજા ના સહારા બનશે,
એવા સ્વજનો ક્યાંય મળશે ?
