STORYMIRROR

'Sagar' Ramolia

Inspirational

4  

'Sagar' Ramolia

Inspirational

સંસારમાં

સંસારમાં

1 min
779

બીજાના વિચારો સહે આ સંસારમાં,

સૂચનોની નદી વહે આ સંસારમાં.


છલકતી જોઈને સમૃદ્ધિ બીજાની,

બીજાનું હ્રદય દહે આ સંસારમાં.


થયું ઊર્ધ્વીકરણ સંબંધોનું હવે,

ગુંડાઓને ‘ભાઈ’ કહે આ સંસારમાં.


નકલીનો યુગ, મનનો શો ભરોસો,

પછી કોણ કોને ચહે આ સંસારમાં.


‘સાગર’ પગ જોઈને મૂકવો પડે,

બલારૂપી કાંટા રહે આ સંસારમાં.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational