સંસાધનો
સંસાધનો
કુદરતના સંસાધનો, જીવનના ઓજાર,
દીધાછે છુટા હાથે,એ સમજથી વાપર.
તું આજ છે કાલે નથી,એ જરા વિચાર કર,
તારા જેવું કોઈ નથી, ખ્યાલ એ મને ન ધર.
સહીયારી છે સંપત્તિ, માલિક એનો ન બન,
ભેદભાવ કર્યા વિના, દીધું સૌને સમાન.
આ ધરા સંપત્તિ ભરેલ, નદી હવા નભ સાગર,
કુદરતી ભેટ અણમોલ, સન્માન એને કર.
