STORYMIRROR

Vanaliya Chetankumar

Inspirational Children

3  

Vanaliya Chetankumar

Inspirational Children

સંસાધન

સંસાધન

1 min
244

સંસાધનની આ છે વાત સંસાધનને સમજીએ

સંસાધન છે જીવન આપણું એ જીવનને સજીએ


ભૂમિ છે આપણું સંસાધન તેનું રક્ષણ કરીએ

જમીનમાં કઈક ઉગાડી કઈક ઉછેરી લઈએ


જળ છે આપણું સંસાધન તેનું નુકશાન ઘટાડીએ

જળ પ્રદૂષણ ને ઘટાડીને પાણીને બચાવીએ


ખનીજ આપણું સંસાધન છે ખનિંજને બચાવીએ

ભવિષ્ય માટે આ ખનીજને બચાવીએ


જંગલ આપણું ખનીજ છે આ જંગલોને ના કાપીએ

વધુમાં વધુ વુક્ષો ઉછેરીને જંગલોને બચાવીએ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational