સનમ
સનમ


સોળેકળાએ આજ ખીલી છે સનમ.
મારા કરતાંયે રખેને ભલી છે સનમ.
છે જાણે વસંતની કોયલ તું ટહૂકતી,
અંતરથી હશેને ખળભળી છે સનમ.
રૂપરાશિમાં એ રતિનેય હરાવનારીને,
જાણે વિકસતી કોઈ કલી છે સનમ.
ઝાંઝરરવ તારો મદનને બહેકાવતો,
શકે દિગ્વિજય કરી ચલી છે સનમ.
શબ્દો રૂપાળા મધ કરતાંય મીઠા છે,
મારે મન તો સૌથી બલિ છે સનમ.