સંકલ્પ
સંકલ્પ


સંકટની આ ઘડીએ બહાર નીકળવાનું ટાળીએ;
પાડોશી ધર્મ અપનાવી માનવતા દાખવીએ.
ગરમ પાણી, ઉકાળાનું સેવન નિત્યદિને કરીએ;
ઘરમાં જ રહીને સ્વાસ્થ્ય સારું રાખીએ.
અફવાઓથી દૂર રહીને સ્વનું રક્ષણ કરીએ;
આયુષ મોબાઈલ એપ પર સાચી સમજ કેળવીએ.
દીન દુઃખી માનવની આ ક્ષણે સેવા કરીએ;
સામાજિક અંતરરૂપી લક્ષ્મણરેખા સ્વીકારીએ.
સપ્તપદી વચનનું સ્વ ઈચ્છાએ પાલન કરીએ;
આવનારી નવી પ્રભાતને સંકલ્પથી વધાવીએ.
ડૉક્ટર, નર્સ, પોલીસકર્મી, શ્રમ યોગીને બિરદાવીએ;
કોરોના વોરિયર્સ ને સલામ આપી સન્માનિત કરીએ.