STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational

3  

Dhanjibhai gadhiya "murali"

Inspirational

સંજોગોનાં ચક્કરમાં

સંજોગોનાં ચક્કરમાં

1 min
198

સંજોગોનાં ચક્કર વચ્ચે ફસાઈ ગયો છું,

મતલબી વ્યક્તિઓને ઓળખી ગયો છું,

મતલબોની જાળમાંથી નીકળવું છે મારે,

તેના વિષે હું સતત વિચારી રહ્યો છું. 


ખોટા વખાણોનો ભોગ બની ગયો છું,

ધન-દોલતથી ખૂબ જ ખર્ચાઈ ગયો છું,

ચાલ્યા ગયા છે જેઓ મુજને છોડીને,

તેનો આઘાત હું દિલથી સહી રહ્યો છું.


મનનું મંથન ઊંડાણપૂર્વક કરી રહ્યો છું,

કરેલી ભૂલોને હું હવે સમજી ચૂક્યો છું,

બદનામીનું ક્લંક જે લાગ્યું છે મુજને,

તેને દૂર કરવા હું પ્રયત્ન કરી રહ્યો છું.


ખોટી લાગણીઓમાં તણાઈ રહ્યો છું,

મારા ભોળપણનો ભોગ બની ગયો છું,

પારકા પોતાના કદી થતાં નથી "મુરલી",

તેનો અહેસાસ હું દિલથી કરી રહ્યો છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational