સંગાથ
સંગાથ
અપરિચિત હતાં એકબીજાથી,
એકબીજાથી એકદમ ભિન્ન,
ખબર ન હોતી પસંદ - નાપસંદ
કે આદતો,
સાત વચન ને ચાર ફેરાએ
કાંચા સૂતરના તાંતણે બાંધી દીધાં,
ને બદલાય બંનેની દુનિયા,
પસંદ બદવાવા લાગી,
આદતો પણ જાણે સરખી,
સમયચક્ર ફરતું રહ્યું...
ને મહેંદી હવે માથે લાગી,
છતાં
તારા પગરવે આજ પણ,
હદયચાપમાં વધારો થાય,
હોઠો પર સ્મિત
આંખોમાં ખુશી અંજાય જાય,
વાણી વર્તને ધણું કહ્યું હશે,
ને સમય, સમજ સાથે,
ધણું બદલાયું,
એક નવો પંથ કંડાર્યો આપણે સંગાથે,
છતાં આજ લગ્નની અઢારમી વર્ષગાંઠે,
સંબંધ પણ આજ પુખ્ત થયો,
ત્યારે...
એકવાર ફરી પૂછી લઉં ?
જન્મો જન્મ આમ જ સાથ નિભાવીશ ને ?
તારી આંખોમાં કાયમ મારું પ્રતિબિંબ રહેશે ને ?
આમજ સ્નેહની વર્ષા કરતો,
મારો બનીને રહીશ ને ?