સ્નેહ સરિતા
સ્નેહ સરિતા
પ્રભુ તમારી
અસીમ કૃપા રહે
સ્નેહ સરિતા.
જીવન નાવ
પાર ઉતારે પ્રભુ
અડગ મન.
ના ચમત્કાર
આત્મવિશ્વાસ થકી
પ્રાપ્ત મંઝિલ.
માનવસેવા
ભક્ત વત્સલ પ્રભુ
આપો દર્શન.
સત્કર્મ થકી
પ્રભુ પ્રેમ પામીએ
સફળ જન્મ.
