સંધ્યા સિંદૂરી
સંધ્યા સિંદૂરી


એક હરણ હરણી મળ્યાં હતી સંધ્યા સિંદૂરી,
જાણે પૂર્વનાં પુણ્યો ફળ્યાં હતી સંધ્યા સિંદૂરી,
સૂરજ પણ આથમણે આકાશને ભેંટી રહ્યો,
પ્રતિબિંબથી જળ હરખ્યાં હતી સંધ્યા સિંદૂરી,
યુગલ મૃગ એકમેકને નીરખી સંતોષાયાં હશે,
શરમ લાલિમા નભેસજ્યાં હતી સંધ્યા સિંદૂરી,
ઝાડ પણ થૈ લાગણીશીલ જળે પ્રતિબિંબાતાં,
અવસરે જળ પણ ઉછળ્યાં હતી સંધ્યા સિંદૂરી,
સર્જાયું વાતાવરણ અલૌકિક નિસર્ગ ખિલતું,
પ્રકૃતિનાં તત્વો રખે મલક્યાં હતી સંધ્યા સિંદૂરી.