સંભારણું
સંભારણું
તપતી ધરાની તડપ આકરી થઈ પડી,
આભલે ઘનઘોર વાદળોની ઘટા ખડી...!
વરસાદની બુંદ પડતા જ ટાઢપ જડી,
વર્ષો વીતી ગયા છતાં એક યાદ નડી...!
ભોળપણનું મધુર સંભારણું નયને ચડી,
ધીંગામસ્તી કરતાં છબાક છબમાં લડી...!
ખેતર સીમે વગડે પાણી ધારા વહેવા મંડી,
મોરલાના ટહુકે ને દેડકાં કૂદકે બોલી પડી...!
વિસરાઈ ગયેલી યાદની મિલન આવી ઘડી,
વિયોગની વેદના હવે બસ સહેવાની રડી...!
