સમયના વહેણમાં
સમયના વહેણમાં
સાંજ ને સવાર બસ યાદોના સહારે
મન અને તન બસ કાયાના કિનારે
આશા અને નિરાશા બસ મનના મનોબળે
શ્વાસ અને વિશ્વાસ બસ સમયના સંજોગે
રીત અને પ્રીત બસ સંબધના સથવારે
માયા અને છાયા બસ મિલકતના મણકામાં
સંબંધ અને બંધન બસ સમજના સરનામાં
આપણા અને સપના બસ સાગરના મોજાંમાં
આજ અને કાલ બસ સમયના વહેણમાં
સાંજ ને સવાર બસ યાદોના સહારે
