Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zalak bhatt

Drama Tragedy Action

3  

Zalak bhatt

Drama Tragedy Action

સ્મરણ

સ્મરણ

2 mins
270


વિતેલી એ વાતોનું, હશે સ્મરણ તો તુજને

હજુ લાવ્યો સાથે, હાથ ઝાલી હું તુજને,


કશું તું ના બોલીને, કશુંક હું પણ ન કહી શક્યો

દૂર થયો હું તનથી, મનથી જુદોના થઈ શક્યો,


મળ્યાં કે- ના મળ્યા, ને અલગ થયાં ક્ષણભરમાં ?

વળું પાછો ત્યારે, મોજ જ થશે જીવતરમાં,


ન દેખાડયાં આંસુ, થઈને સુન-મુન ઊપણ રહી

છવિ તારી એ તો, પલક માંહે મઢી ભઈ,


ઉતાર્યો મેં શેરોને જયે, એ ખાખી જ પહેરી

સહુની ઉદાસી, મને વળી આવી જ ઘહેરી !


હતો ગર્વ તુજમાં, બધાને આવી સાંભળ્યા

વડીલોએ આવી, પછ આપણને પંપાળ્યા,


હું બોલું શું આગળ ? કે ભરેલ મનથી હું નીકળો

રખોપા કરવાને કે, જે માં નો છું હું જ દીકરો,


પછી સખા સંગે, ઘણી-ઘણી જ વાતો થઈ વળી

પલકમાં પલટાઈ એ, પ્રસન્નતાની ઘડી વળી !


મળ્યાં આદમખોરો, અમારો જ પીછો એ કરતાં

ભલે આવે પાસે,અમે શું એનાથી છ ડરતાં ?


થયું રણસંગ્રામ અમો,સામ-સામે જ લડયાં

કશુંક અમ ઘવાયાં, ને તેઓ કેટલાંય પડ્યાં,


થઈ જયને આવ્યો,કશું, કોઈ કાને જ ન ધરે?

અરે! હું આહી છું, તું જરાં જોને લે’ મુજને


અહીં માતમ શાને ?,લઈ વિજયને હું છુ આયો

તમો આ શું બોલ્યાં !, ‘માં’ દીકરા તું કેવો ઘવાયો ?


રજા તો ના લીધી,પણ અહીં સંદુક આલી ?

ભરી’તી મેં જો માં, પડી છે-જે બંદુક ખાલી,


તિરંગો છે ઉપર ! વળી, શહીદ એ કોણ થઈ ગયું ?

હથેળી છે મારી ! વળી,એ લોકેટ મારું રહ્યું ?


હતો ‘હું’ કે છું હું ?, નથી કંઈ જ મુજને સમજાતું

શહીદોની સાથે હશે, આવુંને-આવું જ થાતું !


ઉકેલું હું કો’ને, કેમ જ કરી આ ગૂંચને ?

વિતેલી એ વાતોનું, હશેને સ્મરણ તો તુજને ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama