STORYMIRROR

Dharti Sharma

Inspirational Others

4  

Dharti Sharma

Inspirational Others

સ્મરણ શ્યામનું

સ્મરણ શ્યામનું

1 min
241

થઇ વ્યાકુળ હું તો ઘેલી બની, 

શોધું તુજ ને હું તો ગોપી બની, 

આવ્યું વંટોળ સ્મરણ શ્યામનું રે લોલ.


વન-ઉપવન સઘળું ખોળી વળી,

ન સંભાળ મુજ ને શ્યામની મળી,

આવ્યું વંટોળ સ્મરણ શ્યામનું રે લોલ. 


ભીતર હ્નદયે આ કોની છબી,

જોયું તો એ મારા શ્યામની હતી, 

આવ્યું વંટોળ સ્મરણ શ્યામનું રે લોલ. 


અઢળક ખુશી આજ મુજ ને મળી,

શોધતી હતી જે મુજ ભીતરે હતી,

આવ્યું વંટોળ સ્મરણ શ્યામનું રે લોલ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational