સમજાય છે હવે મને
સમજાય છે હવે મને


એકાંતમાં બેસીને વિચારું તો સમજાય છે હવે મને;
હું માનવી પ્રકૃતિનો ભક્ષક બન્યો છું ક્ષણે ક્ષણે.
ભૂમિ, જળ,હવા કે પછી અવાજ કેરું દૂષણ છે મારું;
પશુ,પક્ષી,કે જીવજંતુ સર્વજન નું છીનવ્યું છે મે પ્યારું.
થ્રી જી કે પછી હોય ફોર જી ટેકનોલોજી મારી;
પ્રાણી પ્રત્યેની અનુકંપા છીનવી લીધી મે તારી. પ્રકૃતિ પ્રત્યેની સંવેદના હતી એ ન્યારી; વોટ્સઅપના એ ચેટિંગમાં અધોગતિ મારી.
સંસ્કૃતિ કેરા મૂલ્યોનો ઉપહાસ છે એ મારો; વાવાઝોડું ભૂકંપ કે દાવાનળ કેરો પ્રકોપ છે આ તારો.
વૃક્ષ નદી કે સજ્જન કેરો મર્મ સમજાય હવે તને;. એકાંતમાં બેસીને વિચારું તો સમજાય છે હવે મને.