STORYMIRROR

Harshida Dipak

Inspirational Others

3  

Harshida Dipak

Inspirational Others

' શું જોયું .. ? '

' શું જોયું .. ? '

1 min
26.7K




નભ ઉપરના ચંદલિયાએ અવની પર શું જોયું ..?

સરવર જળમાં ચાંદો દેખી તરવાને મન મોહ્યું !

એમ એવું તે શું જોયું ...?


વીજળી વેગે દોડી આવી સરવર પાળે બેઠો,

પાણીનો પરપોટો ઝબકે એમ જઈને પેઠો,

પાણી માથે હાથ અડે ત્યાં જલતરંગ થઈ ડોલ્યું ....!

એમ એવું તે શું જોયું ...?


અડધી રાતે અજવાળામાં મનમાં શું શું ખોલ્યું ?

ગમતીલાની ગાંઠ બંધાવી સરવરનું જળ બોલ્યું !

આકાશી અજવાળાં પહેરી ઝાંઝરિયે મન મોહ્યું ....!

એમ એવું તે શું જોયું ...?


-


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational