STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Classics

4  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Classics

શું જાણે ને માણે

શું જાણે ને માણે

1 min
384

આઝાદી જાણે આઝાદીનો મતલબ,

આમ આદમી શું જાણે ને માણે !


બે ટંકનાં પડ વચ્ચે પીસાતો,

અમૃત મહોત્સવ શું માણે !


સમાજ વ્યવસ્થા જાતિગત વચ્ચે,

આઝાદી મતલબ એ શું માણે !


બેરોજગારી દાવાનળ પીડા વચ્ચે,

આઝાદીના લેખા જોખા એ શું માંડે ?


દુરંદેશીતા વગરની શાસન પ્રણાલી,

પંચોતેર કે સો ! શું ફરક પડે ?


ખુરશી કેન્દ્રીત સત્તા સાઠમારી,

લોકોની હાડમારી વધારે !


લેર કરતાં નેતા ને પૂંજીપતી,

દેશ સ્થિતિમાં ક્યાં ફેર પડે ? 


ડિગ્રીના થોથા ને ભ્રષ્ટાચારના ઓથા,

યુવા આઝાદીના લેખા જોખા શું માણે ?


છળકપટ ને બખડજંતર ચોતરફ,

"રાહી" આમાં લેખા જોખા શું માંડે ?


Rate this content
Log in

Similar gujarati poem from Classics