STORYMIRROR

Sejal Ahir

Inspirational

3  

Sejal Ahir

Inspirational

શરૂઆત

શરૂઆત

1 min
163

ચાલને આપણે સાથે મળીને કરીએ, નવી શરૂઆત,

મુશ્કેલીઓતો આવતી જતી રહેશે, કરીએ મુલાકાત.


મારા જીવનમાં દુઃખોનું મોજું ફરી વળ્યું ચારેબાજુથી,

મજૂરી કરીને સુખની જિંદગીની કરું છું નવી શરૂઆત.


હસી હસીને મહેકતું જીવનને ચાલને, રસબળ કરીએ,

સઘળાં દુઃખોને વિસરી અકબંધ મનમાં ઊગશે પ્રભાત.


અંતરમાં ખુલ્લા વિચારોની માઝા મૂકી, વિસરી જઈએ

નવા ઉમંગની આશાએ સમય સાથે કરીએ રજુઆત.


સમય હતો જ્યારે વડીલોની છત્રછાયામાં રહેતા હતા,

બદલાતાં જમાનાની સાથે સંસ્કારની ચાલ, કરીએ વાત.


છૂટી ગયું એ જિંદગીનું પાનું ક્યારે પાછું ફરવાનું નથી,

સફળતાના કદમો ચુમવા ચાલને,કરીએ દિવસ રાત.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational