STORYMIRROR

Rekha Patel

Inspirational

4  

Rekha Patel

Inspirational

શ્રી વલ્લભ નામ

શ્રી વલ્લભ નામ

1 min
274

શ્રી વલ્લભ નામ

પૂજ્ય ગુરુજીનાં ચરણોમાં,


રૂંવે રૂંવે રટું હું નામ શ્રી વલ્લભ તમારું,

શ્વાસે શ્વાસે શ્વાસુ હું નામ શ્રી વલ્લભ તમારું,


બ્રહ્મસંબંધ આપી આ જીવને તમે ઉગાર્યો,

કેવીરીતે ભૂલું હું નામ શ્રી વલ્લભ તમારું,


અંધકારને પડકારતો આ સૂર્યનો ઉદય થયો,

કિરણોની પાલખીએ રટું હું નામ શ્રી વલ્લભ તમારું,


સેવાને સુમિરણ મારાં સાથી અંતરનાં,

નિત્યનાં કિર્તનને રટું હું નામ શ્રી વલ્લભ તમારું,


માયાનાં આવરણનો વલયો મારાં દૂર થયાં,

આપની ઝાંખીએ રટું હું નામ શ્રી વલ્લભ તમારું,


શ્રી વલ્લભ વલ્લભ નામ આ રસના ઉચ્ચારે,

રસવંતી બનીને રટું હું નામ શ્રી વલ્લભ તમારું,


મારાં મનનાં મંદિરમાં આજ શ્રી વલ્લભ પધાર્યા,

"સખી" દંડવત પ્રણામ કરીને રટું હું નામ શ્રી વલ્લભ તમારું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational