Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya

Inspirational Others

4  

Meenaz Vasaya

Inspirational Others

શ્રદ્ધા થી સર ઝુકાવી દઉં છું

શ્રદ્ધા થી સર ઝુકાવી દઉં છું

1 min
466


ભીતર લાખો ભેદ ભંડારીને રાખુ છું,

એમ મારા અસ્તિત્વને ક્યાં આમ લોકો સમક્ષ રાખું છું,

ભલે રીત અલગ રાખું છું બધાથી,

પણ તોયે સૌના માટે હૈયે સદા પ્રીત રાખું છું.


ભીતરમાં થતો તરફડાટ ક્યાં કોઈને બતાવું છું,

મારાથી જ મારા રહસ્યો છુપાવું છું,

ભીતરના ભેદને પામવા અંતરનું દ્વાર ખુલ્લાં રાખું છું,

ઈશ્વર ને પામવા આમ હું મારી જાતને ભેદુ છું.


ખબર છે માનવીની બુદ્ધિથી પર છે,

આ ઈશ્વરને પામવાનું,

એટલે જ શ્રદ્ધાથી સર ઝુકાવી દઉં છું.


લાખો રહસ્યથી ભરેલું છે આ ઈશ્વરનું જગત,

આગલી પળે શું થવાનું એ ક્યાં છે મને ખબર,

બસ ઈશ્વર રાખે એમ રહી લઉં છું,

એને ક્યાંરેક થોડીક ફરિયાદ કરી લઉં છું.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational