STORYMIRROR

Khushboo Patel

Romance

4  

Khushboo Patel

Romance

શ્રાવણની હેલીની બુંદ

શ્રાવણની હેલીની બુંદ

1 min
218

અષાઢી વાદળ અનોખો નાદ આપે છે,

કરી મને ઘાયલ એ બુંદ, પિડાનો પંથ કાપે છે,

દરેક બુંદએ, ઉલ્લાસનો એક સ્પર્શ જાગે છે,

મારા મનને એ બુંદ થકી,મનનું ઊંડાણ માપે છે.


મારી વાણી બની ક્ષણમાં છટકીકાંપે છે,

વીણી એ જલબુંદ, મન એ ક્ષણ છાપે છે,

મુજ દેહ સંકેત શબ્દ જે તપે છે,

જળધાર બની, જળબુંદ ગણી શીત અર્પે છે,


અમર જળ બની હૈયે મારે ભાન જાગે છે

વીત્યાં વર્ષો ,સમયની એ ભીનાશ માપે છે,

પ્રભાતમાં ઝાંખી પુષ્પ સંગ જે હાસ્ય છાપે છે,

આનંદ નૃત્‍યમાં ઘેલી તુજ સંગ, મન દુ:ખ કાપે છે,


નવલ તૃષા પણ તુજ સંગ જામ આર્પે છે,

બુંદના બસ નિહાળથી ,જ મનમાં પુષ્પો વરસે છે,

વ્યવહાર તારો ખુબ જાણું, ચોમેર જે તું માપે છે,

તારી ચાલમાં ગોઠાણ તો નથી, એ જ મનને કાંપે છે.


માણસની કસોટીમાં, એના અશ્રુને તું સાથ આપે છે,

એટલે જ આ હૈયું તારા દીદારની રાહ જોવે છે,

ઈન્દ્રધનુષ સંગાથે તું આકાશની કાળાશમાં જે રંગો અર્પે છે,

કાળાશની શાંતીને પણ એ રંગથી મધુર નાદ મળે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance