શિયાળાની સવારનો તડકો
શિયાળાની સવારનો તડકો


કડકડતી ઠંડી ને વાયરાનો ઝટકો,
શરીરને સ્પર્શે છે સવારનો તડકો,
સૂરજના ઉગતાં ને શમણાં ખોલતો,
શરીરને સ્પર્શે છે સવારનો તડકો,
આળસ ખંખેરતા ને તાજગી લાવતો,
શરીરને સ્પર્શે છે સવારનો તડકો,
ગુલાબી ઠંડીમાં વસાણું ખાતો,
શરીરને સ્પર્શે છે સવારનો તડકો,
કોમળ કાયા ને કોમળ તડકો,
શરીર ને સ્પર્શે છે સવારનો તડકો,
જીવનની ચલહલ ને વેગમાં લાવતો,
શરીરને સ્પર્શે છે સવારનો તડકો,
તડકો છાંયો જીવનમાં જોતો,
શરીર ને સ્પર્શે છે સવારનો તડકો,
વિટામિન'ડી' નું સીમ કાર્ડ બનતો,
શરીર ને સ્પર્શે છે સવારનો તડકો.