શિવમય બનીને
શિવમય બનીને
બાળકોની વચ્ચે ખુદ ખોવાઈ જઈએ,
"હું કોણ છું ? " એ જ વિસરી જઈએ,
હું એક શ્રેષ્ઠ શિક્ષક છું એ વાત ભૂલીને,
બાળકો વચ્ચે બાળક બનીને શીખી લઈએ,
વાચકોના પ્રતિભાવ વચ્ચે ખુદને પીછાણીએ,
વાચકો વગર ખુદને શૂન્ય જ સમજી લઈએ,
કેવી અદ્ભૂત ! પાત્રોની હોય છે ગુંથવણીને,
દરેક પાત્રની અંદર જ ખુદને વિસરી જઈએ,
ધરી ધ્યાન પરમાત્માનું "અહમ" ઓગાળીએ,
જીવ મટીને શિવમય બનીને ભવસાગર તરી જઈએ.
