STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational Children

3  

Kaushik Dave

Drama Inspirational Children

શિક્ષણ જ પાયો

શિક્ષણ જ પાયો

1 min
161

સમય સમયને માન છે

સમય પણ બદલાય છે,


વંદન નમસ્કાર કરતા આપણે

હાય હેલ્લો પર આવી જાય છે,


જીવન ઘડતર કોણ કરે ?

શરૂઆત તો માતા જ કરે,


એક સમયે ગુરુ પરંપરા 

ભારતમાં અસ્તિત્વ હતું,


ભૂલાઈ ગયેલી સંસ્કૃતિને 

જીવંત રાખનાર 

માતા પિતાનો આભારી છું,


શિક્ષણ જીવનમાં પાયો છે

નિશાળ હાઈસ્કૂલ પણ જાવાનું છે,


દરેક વિષયના જ્ઞાન થકી

દુનિયાને સમજવાનું છે,


મહેનત કરનાર શિક્ષક પણ

વિદ્યાર્થીઓને સાચું જ્ઞાન આપે,


વિદ્યાર્થીઓના ભવિષ્ય કાજે

શિક્ષક પરીક્ષા લે,


સફળતા નિષ્ફળતા એ કોઈ પાયો નથી

ભણતરનું ચણતર કરનાર જ

જિંદગીમાં સફળ બને,


આભાર છે શિક્ષકનો

જે દેશના નાગરિકોને ઘડે,


આજના વિદ્યાર્થીઓ જ

આવતીકાલના નાગરિક છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama