શિક્ષક શિક્ષક રમીએ
શિક્ષક શિક્ષક રમીએ
ચાલો બાળકો ચોપડી લઈને
શિક્ષક શિક્ષક રમીએ....
હું મજાનું બ્લેકબોર્ડ લઈ આવું
તું લઈ આવશે ચોક
સાથે મજાના ચિત્ર દોરીએ
શિક્ષક શિક્ષક રમીએ...
હું ગુજરાતી બૂક લઈ આવું
તું લઈ આવને ખંજરી
સાથે મળીને કવિતા ગાઈએ
શિક્ષક શિક્ષક રમીએ...
હું ગણિત લઈ આવું
તું લઈ આવને પેન્સિલ
સાથે ભૂમિતિ ગણીએ
શિક્ષક શિક્ષક રમીએ...
