STORYMIRROR

Deep Shukla (સેહદેવ)

Inspirational

3  

Deep Shukla (સેહદેવ)

Inspirational

શહીદ

શહીદ

1 min
527


નમન છે આ દેશનાં જવાનોને જે શહીદ 

  થઈ ગયા, રાષ્ટ્રપ્રેમ કોને કહેવાય તેનું

  આગવુ ઉદાહરણ આપી ગયા.


પ્રેમદિવસનાં દિવસે સાચો પ્રેમ શીખવી

ગયા, જ્યારે પોતાનો અંતિમ શ્વાસ પણ

  દેશને આપી ગયા.


આખા વિશ્વ માટે એક મિસાલ બની ગયા,

 કદી નાં ઉતારી શકાય તેવું અહેસાન કરી 

 ગયા.


પોતાના પરિવાર ને આપેલી સોગંધ તોડી 

  ગયા, વર્ષો પછી મારા દેશને એકજૂટ 

  કરી ગયા.


સ્વજનો ને બોલતા જુઠુ પણ હવે તે 

  ઝડપાઇ ગયા, ફરજ પૂરી કરતા-કરતા

  તે તિરંગામાં લપટાઈ ગયા.


છેવટે તે ભારતમાતાનું ઋણ ચૂકવી ગયા,

  જોઇ આટલુ ભગવાનનાં પણ આંખમાં

  આંસુ આવી ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational