શહીદ
શહીદ
ધન્ય છે એ શહીદને જેણે પ્રાણનાં બલિદાન દીધાં,
ધન્ય છે એ શહીદને જેણે સર્વસ્વ સમર્પણ કીધાં.
અમર છે ઇતિહાસમાં કુરબાની જેની અનુપમ છે,
ધન્ય છે એ શહીદને જેણે દેશદાઝના ઘૂંટને પીધાં.
તજી કુટુંબ કબીલા ઘરબાર સરહદે વસ્યા જેઓ,
ધન્ય છે એ શહીદને જેણે દુઃશ્મનને સીધા કીધા.
કરી રક્ષણ માભોમનું મૃત્યુની સોડ જેણે તાણી રે,
ધન્ય છે એ શહીદને જેણે સાચવી દેશની ગરિમા.
જાય ન એળે કુરબાની એ જોવું રહ્યું સૌ આપણે,
ધન્ય છે એ શહીદને જેણે લોકહૃદયે સ્થાન લીધાં.
