STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

શબ્દો

શબ્દો

1 min
205

શબ્દો ક્યારેક હૂંફભર્યા આત્મીયતા બક્ષે,

ક્યારેક લોભામણા દિલ હરી લેતા,


ક્યારેક કઠોર શબ્દો હૈયાને ઘાયલ કરતા,

ક્યારેક છેતરામણા શબ્દો વિશ્વાસઘાત કરતા,


ક્યારેક સંબંધો ના વિચ્છેદનું કારણ બનતા શબ્દો

ક્યારેક દિલો વચ્ચે સેતુ બનતા શબ્દો,


રિસાય તો મનાવતા શબ્દો,

સંબંધોમાં સુમેળ લાવતા શબ્દો,


ક્યારેક હૈયે અગનજ્વાળા સર્જતા શબ્દો,

ક્યારેક ઘાવ પર શીતળ લેપ બનતા શબ્દો,


ક્યારેક અર્થહીન બકવાસ શબ્દો,

ક્યારેક અર્થસભર મૌન છે શબ્દો,


માં ની ગોદ પિતાનો ખભો બને શબ્દો

ક્યારેક વ્યથાને જન્મ આપે શબ્દો,


ક્યારેક જીવનમાં ખુશીઓ લાવે શબ્દો,

મારે પણ શબ્દો

અને તારે પણ શબ્દો,


જેવી જેની વાણી

કરે જો મીઠા શબ્દોની લ્હાણી

તો જીવન બની જાય ઉજાણી,


ખુશીઓ લાવે તાણી,

જો યોગ્ય જગ્યા એ બોલે યોગ્ય વાણી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational