STORYMIRROR

Chaitanya Joshi

Inspirational

3  

Chaitanya Joshi

Inspirational

શબ્દની અસર

શબ્દની અસર

1 min
13.6K


શબ્દમાં સ્વાદ ભરી જો.

અર્થમાં પ્રાણ ધરી જો.

છે સિક્કાની બે બાજુ,

ઐક્ય એમાં કરી જો.

શબ્દયાત્રા મન લગીની,

અર્થની ઉરમાં ધરી જો.

શબ્દને દેહ માની લે તું! 

અર્થ આતમ તરી જો.

રામ-રામ કે મરા-મરા, 

વાલિયાને સ્મરી જો.

દારવેણે દાસ તુલસી,

અતીતને ફરી ફરી જો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational